Friday, May 2, 2025

ઓનલાઇન તીન પત્તીમાં રૂપિયા હારી જતા યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

ઓનલાઇન તીન પત્તીમાં રૂપિયા હારી જતા યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો.

ઓનલાઇન તીન પત્તીમાં જુગાર રમે 7 લાખ રૂપિયા જેટલા રકમ હારી જતા યુવકનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો જે બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે

આ અંગે મળતી માહિતી મુજબ મુળ જામનગર ના વતની અને હાલ મોરબી રવાપર ક્રિષ્ના સ્કુલની બાજુમાં સંસ્કાર હિલ્સ ૬૦૧મા રહેતા હિરલભાઈ રમેશભાઈ કાનાણી (ઉ.વ.૨૮) એ આરોપી મહીપાલસિંહ રાણા, જયપાલસિંહ ચુડાસમા, અર્જુન પ્રજાપતિ, નંદો રહે. બધાં જામનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીએ આરોપીનં મહીપાલસિંહ તથા જયપાલસિંહ સાથે ઓનલાઇન તીનપતીની આઇ.ડીમા જુગાર રમેલ હોય જેથી ફરીયાદી આરોપી સામે ઓનલાઇન રૂ.૭,૦૦,૦૦૦/- હારી જતા આરોપીઓએ રૂપીયા બાબતે ફરીયાદીના ઘરે આવી ઘરમા પ્રવેશ કરી બળજબરીથી કારમા બેસાડી ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ ફરીયાદીને ગોંધી રાખી ઢીકાપાટુ નો તેમજ છરી તેમજ ધોકાઓ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,679

TRENDING NOW