ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચલાવાતી સાત બોટના પરવાના સસ્પેન્ડ.
ઓખાથી બેટ દ્વારકા વચ્ચે દોડતી કુલ પૈકીની સાત ફેરી બોટના પરવાના અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરાયા છે.
ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં લોલમલોલ ચાલતું હોવાની વિગતો અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે જીએમબીએ ગઈકાલે આકસ્મિક ચેકીંગ કરી સાત બોટના પરવાના અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કર્યા છે.
બંદર અધિકારીએ ગુરૃકૃપા તથા અલ-અકસા, દતારીયો, યા ખ્વાજા મદદ, અલ સિકંદર, બજરંગ બલી, મગર પીર કા વસીલા નામની બોટના પરવાના જપ્ત કર્યા છે. થોડા દિવસ પહેલા વડોદરામાં બનેલી દુર્ઘટના પછી ગઈકાલે સાવચેતીના પગલારૃપે ચેકીંગ કરાયું હતું અને સાત બોટમાં નિયમનો ભંગ થતો હોય પરવાના સસ્પેન્ડ કરાયા છે.





