Tuesday, June 23, 2026

એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવાર્ડ ના મોરબી જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકે શ્રી સાગરભાઈ ફૂલતરિયા ની નિમણુક.કરાઈ

Advertisement
Advertisement
Advertisement

એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવાર્ડ ના મોરબી જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકે શ્રી સાગરભાઈ ફૂલતરિયા ની નિમણુક.

દેશના નાગરિકોને ક્રાઇમ એન્ડ કરપ્શન બાબતે જાગૃત કરવા માટે કામ કરતી સંસ્થા “એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવાર્ડ” દ્વારા મોરબી જિલ્લા માં પ્રેસિડેન્ટ તરીકે શ્રી સાગરભાઈ ફૂલતરિયા ની નિમણુક કરવામાં આવી આવી છે. ત્યારે મુંબઈકાર્યાલય ખાતે “એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવાર્ડ”ના સંસ્થાપક શ્રી રમેશભાઈ ગૌડ તેમજ ગુજરાત અધ્યક્ષ આદિલભાઈ બંને ની ઉપસ્થિતિમાં નિયુક્તિ પત્ર આપવામાં આવેલ. તે બદલ સાગરભાઈને ખૂબ ખૂબ અભિનંદન..

ત્યારે મોરબી જિલ્લાના કોઈ પણ નાગરિક ભ્રષ્ટ્રાચાર કે કોઈ અન્ય દુષણ તેમજ કોઈ ની ધાક ધમકી થી દબાઈ કોઈ અનિચ્છનિય પગલું ન ભરે તેવા સદવિચાર સાથે મોરબી જિલ્લાના નાગરિકોને ભ્રષ્ટાચાર અને અન્ય દુષણો થી બચાવવા માટે “એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવાર્ડ” ટીમ દ્વારા મોરબીની જનતાની સેવા માટે હંમેશા તત્પર રહેતા એવા શ્રી સાગરભાઈ ફૂલતરિયા ની મોરબી જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકેની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે સગરભાઈ એ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના કોઈ પણ નાગરિક પાસે જો કોઈ અધિકારી કે અન્ય કોઈ સત્તાધીશ લાંચ માંગે અથવા કોઈ અન્ય રીતે દબાવવાનો પ્રયત્ન કરે. અથવા તો કોઈ અસામાજિક દુષણોના સકંજામાં ફસાઈ તો તુરંત જ “એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવાર્ડ” ની ટીમ નો સંપર્ક કરવો. સાગરભાઈ અને તેમની ટીમ હર હંમેશ તેમની સાથે રહેશે. ત્યારે આવી કોઈ ઘટના સામે આવે તો 9898424202 નંબર પર સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,609,089

TRENDING NOW