એક લાખની કિંમતના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરતિ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ
મોરબી સીટી બી ડિવિઝન ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેમાં
છ જેટલા આશરે ૧,૦૦,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવીઝન પોલીસે સાર્થક કરેલ છે. શોધી આપેલ મોબાઇલ જેમાં રૂ.25,000/-ની કિંમતનો ONE PLUS AC2001, રૂ.20,000/-ની કિંમતનો OPPO A54, રૂ.18,000/-ની કિંમતનો OPP0A16, રૂ.20,000/-ની કિંમતનો OPPO A55, 5,000ની કિંમતનો SUMSUNG S-B110E અને 15,000 ની કિંમતનો REDMI NOTE-5નો સમાવેશ થાય છે.