એક જરૂરતમંદ દીકરીને લગ્નસરાની વસ્તુઓ આપ્યા બાદ મહેંદીની રસમ પણ સ્વહસ્તે પુરી કરતી મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીની મહિલા સભ્યો.
સાથે રોકડ રકમ અને ભેટસોગાથો પણ આપી, કાલે વિદાઈ આપશે.
હિન્દૂ સમાજનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી માટે સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો . લોકો આનંદ કરવા કરી રહ્યા હતા ત્યારે મોરબીમાં એક જરૂરતમંદ લક્ષ્મી સ્વરૂપ દીકરીને લગ્નસરાની ચીજ વસ્તુઓ જેવી કે ૧૩ નંગ સાડીઓ, ડિનર સેટ, કૂકર, જગ, તપેલીઓનો સેટ, ચાંદીની પાયલ સહીત અનેક જરૂરી નાની મોટી વસ્તુઓ આપવા સાથે મોરબીની સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીની મહિલા સભ્યોએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણી સાથે સંસ્થાની બહેનોના ચહેરા પર બમણી ખુશી જોવા મળી હતી એક તો દિવાળી પર્વની અને જરૂરતમંદ દીકરીને મદદરૂપ થઈ ઉમદા કાર્ય કરવાની તો દીકરીમાં પણ ખુશી જોવા મળી હતી.
અને આવતીકાલે 13 ડિસેમ્બરે જયારે એ દીકરી એના નવજીવનના પથ પર નીકળી લગ્નગ્રંથિથી જોડાવાની છે, ત્યારે આ સંસ્થાની મહિલાઓએ પોતાના હાથે હોંસે હોંસે એ દીકરીને મહેંદી મુકી આપી રોકડ રકમ આપવા સાથે અન્ય ભેટસોગાથો પણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા આવા માનવ સેવા અને સમાજ સેવા ના ઘણા કાર્યો કરવામાં આવે છે.
જેના દ્વારા એ સમાજના બધા લોકો પાસે આવી અપેક્ષા રાખે છે કે તેમને પણ આવા અમુક સમાજ સેવા ના કાર્યો કરવા જોઈએ. આવા કાર્યો કરવાનું આશય આ સંસ્થાનો ફક્ત એટલોજ છે કે સમાજ ના બધા લોકો ના મોં પર મુસ્કાન લાવી શકે.