Sunday, June 21, 2026

ઉતરસંડા કેળવણી મંડળ દ્વારા 113 માં સ્થાપના દિવસ નિમિતે ભવ્યાતિભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

ઉતરસંડા કેળવણી મંડળના 113 માં સ્થાપના દિવસ નિમિતે ઉતરસંડા કેળવણી મંડળ દ્વારા સંચાલિત ભારત હાઈસ્કૂલ,આઈ જે પટેલ કન્યાવિદ્યાલય,શ્રીમતી એમ. સી. પટેલ પ્રાથમિક શાળા,એમ. આઈ. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ,એસ. આઈ. પટેલ બાલ મંદિર,શ્રીમતી વાસંતીબેન અને રાજુભાઈ કોમ્પ્યુટર સેન્ટર અને જશભાઈ ચુનીભાઇ પટેલ એસેમબલી હોલ ના સંયુક્ત ઉપક્રમે ભવ્યતિભવ્ય કાર્યક્રમ યોજાયો,ઉતરસંડા કેળવણી મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ,ઉપ. પ્રમુખ વિપુલભાઈ પટેલ,મંત્રી શ્રી ધર્મેશભાઈ પટેલ,સહમંત્રી હિરલભાઈ પટેલ,ટ્રેજર શ્રી હેમંતભાઈ પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓ તથા ઉતરસંડા કેળવણી મંડળના આચાર્યશ્રીઓ અને સમસ્ત શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું હતું, કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કિરીટભાઈ ડાહ્યાભાઈ પટેલ , નવીનચંદ્ર રણછોડભાઈ પટેલ ,કિરીટભાઈ અંબાલાલ ભાઈ પટેલ,રોમીન કૌશિકભાઈ પટેલ,સમીર સૂર્યકાન્તભાઈ પટેલ,ઉતરસંડા ગ્રામ પંચાયત સરપંચ ઇશિતભાઈ પટેલે હાજરી આપી હતી,ઉતરસંડા કેળવણી મંડળની વિવિધ શાળાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હેઠળ ગણેશ વંદના, વેલકમ સોન્ગ,પઠાણ નાચો નાચો સોન્ગ,સુન સાથિયા સોન્ગ, વુમન એમ્પાવરમેન્ટ, ફની ડાન્સ, આદિવાસી ગીત, બલમ સામી સોન્ગ, ગુજરાતી ગરબા,દીકરી મારી લાડકવાઈ, શ્રી વલ્લી સોન્ગ,રણછોડ રંગીલા સોન્ગ,ડોરેમોન-છોટાભીમ સોન્ગ,મખના-સ્વીટહાર્ટ-પલ્લો લટકે સોન્ગ, પપ્પા સ્ટોરી, રામમંદિર થીમ, જમાલ એનિમલ સોન્ગ, ડાન્સ કા ભૂત, હોલીડા મેશપ, ચન્દ્રયાણ થીમ, રમેયા વસ્તવિયા, મહાકાલ શિવતાંડવ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું, ઉતરસંડા કેળવણી મંડલને વિવિધ દાતાઓ દ્વારા લાખો રૂપિયાનું દાન અર્પણ કરાયું હતું

Related Articles

Total Website visit

1,608,938

TRENDING NOW