Tuesday, March 10, 2026

ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી અને AICC ઉતરાખંડના પ્રભારી કે.ડી.બાવરવાએ જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે આજરોજ મોરબીના રાજકીય-સામાજીક અગ્રણી, ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી અને એ.આઈ.સી.સી ઉતરાખંડના પ્રભારી કે.ડી.બાવરવાએ જન્મદિવસની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરી હતી. તેઓએ સહપરિવાર ઉપસ્થિતી રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી કે.ડી.બાવરવાએ સેવાકાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, હિતેશ જાની સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,595,274

TRENDING NOW