Thursday, May 1, 2025

આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયોજિત મેરેથોન અને સાયક્લોથોનમાં 1500 થી વધુ લોકોએ ભાગ લીધો

Advertisement
Advertisement
Advertisement

આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયોજિત મેરેથોન અને સાયક્લોથોનમાં 1500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મુખ્ય મહેમાન મોરબી DY SP શ્રી પ્રતિપાલસિંહ ઝાલા સાહેબ, સિરામિક પ્રમુખ શ્રી મુકેશ કુંડારિયા, IMA પ્રમુખ ડૉ. નિકુંજ વડાલિયા, IMA સેક્રેટરી ડૉ. વિરલ લહરૂ, ડૉ. વિજય ગઢિયા, ડૉ. સતીષ પટેલ અને ડૉ. અનિલ પટેલે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.મેરેથોનમાં પ્રથમ ઇનામ રૂ. 11000, બીજું ઇનામ રૂ. 5100 અને તૃતીય ઇનામ રૂ. 2500 હતું. આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડો. લોકેશ ખંડેલવાલ સાહેબે લોકોને કાર્ડિયાક અવેરનેસ માટે પ્રોત્સાહિત કર્યા.

Related Articles

Total Website visit

1,502,620

TRENDING NOW