Sunday, June 21, 2026

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી લાલપર તાલુકા શાળા ખાતે ૭૫ માં પ્રજા સતાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી લાલપર તાલુકા શાળા ખાતે ૭૫ માં પ્રજા સતાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ તકે શ્રી લાલપર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી રમેશભાઈ વાંસદડીયા, ઉપ સરપંચશ્રી રાજુભાઇ જેતપરિયા તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા. તેમજ લાલપર તાલુકા શાળા ખાતે હાલ ચાલતી રીનોવેશનની કામગીરીમાં જેમનું ખુબ મોટું યોગદાન છે તેવા લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિક નરભેરામભાઇ જેતપરિયા, તેમજ પ્રજા સતાક પર્વ નિમિત્તે દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા તમામને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લીધેલ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરી પોતાનાં પુત્રની તિથિ નિમિત્તે દરેક ને ગરમા-ગરમ પુરી, સમોસા, ભાજી, છાસ, પાપડ હરેશભાઈ વાંસદડીયા અને તેમના પરિવાર દ્રારા જાતે તૈયાર કરી ઉપસ્થિત તમામ ને નાસ્તો કરાવ્યો હતા તેમજ લાલપર તાલુકા શાળા ના નિવૃત્ત શિક્ષક કુબાવત સાહેબ, કરોલિયા જસમતભાઈ તેમજ લાલપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર રાધિકાબેન અને સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધારવા રોકડ ઈનામ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર માંથી આવેલ મેડિકલ ઓફિસર દ્રારા લેપ્રસી રોગ સમજ આપવામાં આવી હતી. શાળા દ્રારા શાળાની કરેલ તમામ કામગીરીના દાતાશ્રી નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું
લાલપર તાલુકા શાળાના એસ. એમ. સી. સભ્યો અને વાલી ગણ, આચાર્યશ્રી કૈલાશભાઈ સાવરીયા અને શાળાનો તમામ સ્ટાફ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને અંતે શ્રી લાલપર તાલુકા શાળાના આચાર્યશ્રી કૈલાશભાઈ સાવરીયાએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પુર્ણ જાહેર કર્યો.

Related Articles

Total Website visit

1,608,942

TRENDING NOW