આજ રોજ મૂળદ્વારકા ખાતે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવર્ત સાહેબ સાથે અબુંજા ફાઉન્ડેશનના અધિકારીઓ એ મુલાકાત કરી…
આજ રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવર્ત સાહેબ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે લોક સંવાદ કાર્યક્રમ અને પ્રાકૃતિક ખેતીની જાગૃતિ શિબિરમાં પધારેલ ત્યારે માનનીય રાજ્યપાલ સાહેબ સાથે અબુંજા સિમેન્ટના શ્રી સંજય વશિષ્ઠ સાહેબ, શ્રી ઉમાશંકર ચૌધરી સાહેબ, અબુંજા ફાઉન્ડેશનના શ્રી દલસુખ વઘાસિયા સાહેબ અને કેવિકેના શ્રી રમેશ રાઠોડે શુભેચ્છા મુલાકાત કરી તે દરમ્યાન જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહેલ.માનનીય રાજ્યપાલ સાહેબે અબુંજા સીએસઆર દ્વારા કરવામાં આવતી કામગીરી ને બિરદાવી હતી અને આવતા સમયમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે માસ્ટર ટ્રેનર બનાવવા, ગૌશાળામાં ઘન જીવામૃત બનાવવા અને ગામોના કલસ્ટર બનાવી કામ કરવા સૂચન કરેલ.