મોરબી: હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી આઇટીઆઇ દ્વારા એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવે છે. જેમાં ઉમેદવારોને એડમિશન માટે કઈ વેબસાઇટ, આઇટીઆઇમાં ક્યાં ક્યાં ટ્રેડમાં કેટલી બેઠક, ક્યાં ડૉક્યુમેન્ટ, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી મળી રહે એ હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઇટીઆઇ એડમિશન પ્રક્રિયા અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે.
જે તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે google meetના માધ્યમથી આપેલી લિન્ક https://meet.google.com/ifp-kjxk-cgq દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપલીકેશન ડાઉનલોડ કરી શકાશે.
આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં.૨૧૪ થી ૨૧૬ મોરબી. તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી જોબનપુત્રાની યાદીમાં જણાવેલ છે.