Friday, June 19, 2026

અમદાવાદ માળિયા હાઇવે પર બસ પલટી મારી જતા 13 લોકોને ઇજાઓ

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ માળિયા હાઇવે પર બસ પલટી મારી જતા 13 લોકોને ઇજાઓ

મોરબી – અમદાવાદ માળીયા હાઇવે પર અકસ્માત દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં વાધરવા ગામના પાટીયા પાસે ખાનગી બસ ટ્રાવેલ્સ કોઈ કારણોસર પલટી મારી જતા 13 લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજા પામનાર લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

ખાનગી બસ ટ્રાવેલ્સ વડોદરા થી કચ્છ આદિપુર જતી હતી તે દરમિયાન વાધરવા ગામના પાટીયા પાસે પલટી મારી જતા 13 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અન્ય મુસાફરોને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા હાલ તો અકસ્માતના કારણે ઇજા પામનાર મુસાફરોને પણ સારવાર બાદ રજા આપવામાં આવી

Related Articles

Total Website visit

1,608,692

TRENDING NOW