અનેક ગુનાઓમાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી મોરબી રવિરાજ ચોકડી પાસેથી ઝડપાયો
મોરબીના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બે ગુનામાં અને પાટણ જિલ્લાના સમી પોલીસ મથકમાં એક ગુનામાં નાસતો ફરતો આરોપી જમાંરામ ઉર્ફે જગારામ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાન વાળો હાલ મોરબી રવિરાજ ચોકડી પાસે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોચી આરોપી જમાંરામ ઉર્ફે જગારામને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.