Friday, May 2, 2025

અજંતા-ઓરેવા ગુપ દ્વારા મોરબી ની આન, બાન અને સાન સમાન ઝૂલતો પૂલ બેસતા વર્ષથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.

Advertisement
Advertisement
Advertisement

અજંતા-ઓરેવા ગુપ દ્વારા મોરબી ની આન, બાન અને સાન સમાન ઝૂલતો પૂલ બેસતા વર્ષથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.

એન્જિનિરીંગની અજાયબી 142 વર્ષ જૂનો અને આશરે 765 ફુટ લાંબો આ ઝૂલતો પૂલ માત્ર મોરબી જ નહિ પણ સમગ્ર દેશ માટે એઇતિહાસિક અને દુર્લભ વિરાસત છે. આવી બેજોડ અને બેનમૂન વિરાસત ને ધડમૂળ થી રીનોવેશન કરી ને ફરીથી જનતા માટે ચાલુ કરવાની કટીબદ્ધતા અજંતા- ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો અને પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ પટેલે એ દર્શાવી હતી … આજે આ દુલઁભ અને એઇતિહાસિક પૂલ નું કામ પૂર્ણતા તરફ છે. દિપકભાઈ પારેખ પાસેથી મળેલ માહિતી મુજબ ઐતિહાસીક ઝૂલતો પુલ બેસતા વષઁથી એટલે કે તારીખ 26-10-2022 થી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.

20-02-1879 ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાત મુહુતઁ થયુ અને તે સમયે આશરે 3.5 લાખ ના ખઁચે ઇ.સ. 1880 માં પુર્ણ થયો…અને આ સમયે પુલ નો સામાન ઇંગ્લેન્ડ થી આવેલ હતો…દરબારગઢથી નઝરબાગ ને જોડવા આ પુલ નુ નીમાઁણ થયુ. હાલ આ ઝૂલતો પૂલ મહા પ્રભુજી ની બેઠક અને સમગ્ર સામા કાંઠા વિસ્તાર ને જોડે છે.

ઉપર ખુલ્લું આકાશ અને નીચે ખીણ સમાન નદી અને વચ્ચે દોરડા પર લટકતા આ પૂલ ને રીનોવેશન કરવાના કઠિન કાર્ય ને પૂર્ણ કરવા છેલ્લા 6 માસથી એન્જીનીયરો, કોન્ટાકટરો અને સ્પેશીયલ ફેબ્રીકેટરો ની ટીમોં કામે લાગી અને ઝૂલતા પુલની સંપૂઁણ કાયાપલટ કરી જેમાં અંદાજીત 2 કરોડ નો ખર્ચ કરાયો….

ઝૂલતા પૂલના રીનોવેશન માટેનું કોર મટીરીયલ જિંદાલ કંપની પાસેથી તૈયાર કરાવાયુ તેમજ સ્પેશ્યલ ગ્રેડ ની લાઈટ વેઇટ અલ્યુમિનીમ શીટ તૈયાર કરાવાઈ જેનાથી પુલની હેંગીગ પ્રોપઁટી મેઇનટેન રહે. એવુ કહેવુ જરાય અસ્થાને નથી કે કદાચ આટલી માત્રા માં ઝૂલવાની ક્ષમતા ધારાવતો બેજોડ પૂલ કદાચ ગુજરાતી નંહી પણ દેશમાં બીજે ક્યાંય નથી માટે મોરબી ને મળેલ આ અલોકીક વીરાસતને સાચવવાની નૈતિક જવાબદારી આપણા સૌની બને છે.
આ પુલ પરથી પસાર થઈને તેમાં ઝુલવા ના લાવો યાદગાર અને અલોકીક છે. ગુજરાત તેમજ દેશની જનતા આ દુર્લબ પૂલને લાંબા સમય માટે માણે તે માટે મોરબી ની યશ કલગી સમાન આ પુલને કઇ નુકશાન ન થાય તેની તકેદારી આપણે સૌએ રાખવાની છે…..

ઊધોગોથી ધમધમતી ઊધોગ નગરી મોરબીમાં બહાર ગામથી આવતા અનેક મુલાકાતીઓ અને સહેલાણીઓ ઝુલતા પુલ રુપી દુર્લભ સંભારણુ તેના કેમેરા માં હંમેશ માટે કંડરી રાખશે તેમાં બે મત નથી….

Related Articles

Total Website visit

1,502,701

TRENDING NOW