અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશની આવતીકાલથી બે દીવસ કારોબારી બેઠક મોરબીમાં યોજાશે
મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા આવતીકાલે તા.૧૦-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ મોરબીના આંગણે કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બેઠક બાદ શુભેચ્છા મુલાકાતનુ પણ આયોજન કરવામાં આવેલ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ કારોબારીની બેઠક આવતીકાલે તા.૧૦-૧૧ ઓક્ટોબરના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ જુના આરટીઓ નજીક કંડલા બાયપાસ રોડ ખાતે યોજાશે. ત્યારે મોરબીના તમામ વર્તમાન, સ્થાયી કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના પરિવારનાં મિલનનું પણ બેઠક બાદ આયોજન કરેલ છે. જેમા તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને ઉપસ્થિત રહેવા સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમનાં અંતે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તેથી તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને સમયસર ઉપસ્થિત રહેવા અપેક્ષાસહ હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.





