Friday, March 13, 2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘ હળવદની કારોબારી બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત અને મોરબી જીલ્લા દ્વાર ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે. અને હજુ પણ ઘણા પ્રશ્નો સોલ્વ થશે. આ કામ માટે સંગઠનને વધુ મજબૂત બનાવવું જરૂરી છે. તો આં માટે વૈજનાથ મહાદેવ મંદિર હળવદ ખાતે કાર્યકર્તા કારોબારી બેઠકનું આયોજન થયું હતું જેમાં મોરબી જિલ્લાના સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી કાર્યકર્તા કેવો હોવો જોઈએ? સંગઠન કેવું હોવુ જોઈએ ? વગેરે વાતો કરી કાર્યકર્તાઓમાં જોશ પૂર્યો હતો. અને વિવિધ કાર્યક્રમ દીકરી દત્તક યોજના, વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી

હળવદ તાલુકાની દરેક તાલુકા શાળા દીઠ ઘણા બધા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં હળવદ તાલુકા શૈક્ષીક મહાસંઘના મંત્રી કેતનભાઈ વડાવીયાએ સૌનું શાબ્દિક કર્યું અને ઉપસ્થિત મહાનુભવોનો પરિચય કરાવ્યો હળવદ તાલુકાના સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય રાજુભાઈ ગોહિલ એ સંગઠન મંત્રથી કાર્યક્રમની શરૂઆત કરાવી, અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બેઠકના એજન્ડાની ચર્ચા કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા એ જણાવ્યું કે આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારવાનો છે,એ માટે વધુને વધુ શિક્ષક બધું ભગિનીઓને સંગઠન સાથે જોડાવા માટે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવાનો છે. શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયની સાથે સાથે સમાજ હિતના,દેશ હિતના કાર્યો કરીએ એવી વાતો રજૂ કરી

ત્યારબાદ દિનેશભાઈ ડી. વડસોલા અધ્યક્ષે છેલ્લા વર્ષોમાં રાજ્ય અને મોરબી મહાસંઘ દ્વારા થયેલા કાર્યો, સરકાર અને શિક્ષણ વિભાગમાં રજુઆતો કરી શિક્ષકોના પ્રશ્નો હલ કરવા માટે કરેલા યતનો પ્રયત્નોની વિશદ છણાવટ કરતા જણાવ્યું કે સમાજ હિતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કોરોના કાળમાં બ્લડ ડોનેશન કેમ્પ,પ્લાઝમા ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,ટિફિન સેવા,દીકરી દત્તક યોજના,કર્તવ્ય બોધ દિવસની ઉજવણી, માતૃ વંદના કાર્યક્રમમાં સંઘર્ષ કરી સમાજમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર હજારો બહેનોને સન્માનિત કરી ગૌરવ અપાવ્યું આવા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યોની સાથે શિક્ષકોના પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે,શાળાઓ મર્જ, બદલી કેમ્પ,એચ.ટા.ટ. આચાર્યોના પ્રશ્નો,નવી પેન્શન યોજના,ઉ.પ.ધો.ના પ્રશ્નો,બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા, માતૃ શાળાની સિનિયોરિટી, ધો.6 અને 7 માં 20 કે તેથી વધુ વિદ્યાર્થીઓ વાળી શાળામાં જગ્યાઓ ઓપન કરી શિક્ષકોની નિમણુંક કરાવવી આવી

શાળામાં ધો.8 શરૂ કરાવવું આવા અનેકાનેક પ્રશ્નો માટે 90 નેવું વખત રાજ્ય મહાસંઘ દ્વારા વિવિધ કક્ષાએ રજુઆતો કરી એવી જ રીતે મોરબી જિલ્લા ટીમ દ્વારા અગત્યના બાવીસ જેટલા પ્રશ્નો સોલ કર્યા તેમજ કાર્યક્રમો કર્યા અને એ માટે અનેક વખત અધિકારી પદાધિકારીઓની મુલાકાતો કરી સો જેટલા લેટરપેડમાં વર્ષ દરમિયાન રજુઆતો કરી શિક્ષકોના હિતોની રક્ષા માટે અહર્નિશ કાર્ય કરેલ છે. વગેરે બાબતોની ચર્ચા કરી હતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ગોસરા એ આગામી વર્ષના સદસ્યતા અભિયાનની સમજ અને રૂપરેખા આપી હતી, મોરબી જિલ્લાના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા , હરદેવભાઈ કાનગડ ઉપાધ્યક્ષ જિલ્લા ટીમ અને અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળીયા અને હિતેશભાઈ પાંચોંટીયા પ્રચાર મંત્રી વગેરેએ જિલ્લા ટીમના તમામ સભ્યોની હાજરીમાં અનિલભાઈ વાઘેલા સહ સંગઠન મંત્રી,હરિસિંહ ચૌહાણ ધનાળા કારોબારી સભ્ય અને દિનેશભાઈ રંગાળિયાની સિનિયર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ સી.આર.સી.કો.ઓ.હળવદ – ૭ ની ઉપાધ્યક્ષ તરીકે હળવદ ટીમમાં વરણી કરવામાં આવી હતી, હસમુખભાઈ પરમાર સહ મંત્રીએ ઉપસ્થિત સૌ કોઈનું આભાર દર્શન કર્યું હતું કારોબારી બેઠકને સફળ બનાવવા હળવદ તાલુકાની ટીમેં ખુબજ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW