Tuesday, August 11, 2026

અકસ્માત :- સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાસે ટ્રક ડ્રાઈવર એ મહિલાને હડફેટે લેતા મહીલાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

અકસ્માત :- સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાસે ટ્રક ડ્રાઈવર એ મહિલાને હડફેટે લેતા મહીલાનું મોત.

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે ટ્રક ચાલકે રસ્તો ઓળંગી રહેલા શ્રમિક મહિલાને હડફેટે લઈ બન્ને પગ ઉપર ટાયર ફેરવી દેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે રસ્તો ઓળંગી રહેલા કાન્તાબેન ગેલાભાઇ સોલંકી નામના મહિલાને ટ્રક ચાલકે હડફેટે લેતા કાંતાબેનના બન્ને પગ ઉપર ટ્રકના ટાયર ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.ત્યારે ટ્રક ડ્રાઈવર નાસી છૂટયો હતો. ત્યારે તેમના પુત્ર દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,624,963

TRENDING NOW